Hindola
કવિ કાલિદાસે લખ્યું છે, ‘ઉત્સવપ્રિય:ખલુ માનવા:’ માણસો ઉત્સવપ્રિય હોય છે. ઉત્સવો આર્ય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. પ્રતિવર્ષ અષાઢ-શ્રાવણ માસની વરસાદી મૌસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. અષાઢ વદ બીજ સુધી મંદિરોમાં સંતો - મુકતો કલાયુક્ત હિંડોળા બનાવે છે. ઠાકોરજીને હિંડોળામાં પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાનાં પદો ભક્તિભાવપૂર્વક ઝીલે છે અને ઝુલાવે છે. ચાર્તુમાસમાં ભગવાનના હિંડોળાનો ખૂબ જ મહિમા છે. મંદિરોમાં ભગવાનને લાડ લડાવવા વિવિધ હિંડોળા શણગાર કરવામાં આવે છે. ભક્તોને હેતથી ઝૂલવાનો અવસર એટલે હિંડોળા.
વડતાલ ગામમાં નિષ્કુળાનંદસ્વામીએ બાર બારણાંનો સુંદર હિંડોળો બનાવ્યો હતો જેમાં બારેબાર દ્વારમાં બાર સ્વરૂપો ધારણ કરી શ્રીજીમહારાજે ઝૂલીને સંતોની ભક્તિને હૃદયથી સ્વીકારી હતી.